ફિલ્મ જગત
News of Friday, 16th April 2021

સાત ફિલ્મોના કામ માટે ક્રિતીની દોડધામ

અભિનેત્રી ક્રિતી સેનન આ વર્ષની સોૈથી વ્યસ્ત અભિનેત્રીની રેસમાં સામેલ થઇ ચુકી છે. તેની પાસે બે ત્રણ નહિ પરંતુ સાત ફિલ્મો હાથ પર છે. આ વર્ષ તે એક સેટ પરથી બીજા સેટ પર શુટીંગ માટે સતત દોડતી રહેવાની છે. છેલ્લે તે અરૂણાચલ પ્રદેશમાં વરૂણ ધવન સાથે દસ એપ્રિલ સુધી ફિલ્મ ભેડિયાના શુટીંગમાં વ્યસ્ત હતી. ક્રિતી પાસેજે સાત ફિલ્મો છે તેમાં વરૂણ સાથેની ભેડિયા ઉપરાંત અક્ષય કુમાર સાથેની બચ્ચન પાંડે, પ્રભાસ સાથે આદિપુરૂષ, ટાઇગર સાથે ગણપત, મીમી અને હમ દો હમારે દો તથા અન્ય એક અનામી ફિલ્મનો સમાવેશ થાય છે. ક્રિતીએ આ અગાઉ જેસલમેરમાં અક્ષય કુમાર અને બીજા કલાકારો સાથે ફિલ્મ બચ્ચન પાંડેનું શુટીંગ કર્યુ હતું. આદિપુરૂષનું એક શેડ્યુલ પણ તેણે ખતમ કરી લીધું છે. ફિલ્મો ઉપરાંત જાહેર ખબરોના શુટીંગનો સમય પણ તે કાઢી રહી છે. વર્ષ ૨૦૧૩માં હીરોપંતિ ફિલ્મથી અભિનય શરૂ કરનારી ક્રિતી આજે મોટા ભાગના નિર્માતા નિર્દેશકની પહેલી પસંદ બની ચુકી છે.

(10:20 am IST)