ફિલ્મ જગત
News of Tuesday, 16th April 2019

પોતાના ફિગરને લઈને વિધાય બાલને કહી આ વાત: મહિલાઓને મળી શકે છે પ્રોત્સાહન

મુંબઈ:અભિનેત્રી વિદ્યા બાલન હંમેશાથી તેના સ્વભાવને લઇને જાણીતી છે. વિદ્યા અલગ-અલગ મુદ્દા પર ખુલ્લા વિચાર રાખે છે. તેને ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઇ છે. જેને ખૂબ તેની બૉડીની શેમિંગ કરી છે. જોકે, વિદ્યાએ તેનો જોરદાર જવાબ આપતા હંમેશા મહિલાઓને તેમના કર્વ્સ, શરીરથી પ્રેમ કરવા પ્રોત્સાહિત કરી છે. તે બાદથી વિદ્યા બાલન ઘણી મહિલાઓ માટે આદર્શ બની ગઇ છે.હાલમાં મીડિયાને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં વિદ્યાએ બોડી શેમિંગ કરવા પર અને તેના આવા સમય અંગે વાત કરી. વિદ્યાને પોતાના પર જ શક થવા લાગ્યો હતો. વિદ્યાએ કહ્યું કે તેને તેના શરીરથી લાંબી લડાઇ લડી છે. તે ખૂબ ગુસ્સે હતી અને તેના શરીરથી નફરત પણ કરતી હતી. તેને કહ્યું કે વજન ઓછું કર્યા બાદ પણ તેને અનુભવ કર્યો કે તેને દરેક લોકોએ પૂર્ણ રીતે સ્વીકાર કરી નથી અને અન્ય કોઇના કારણે પોતાનામાં બદલાવ લાવવાની જરૂરત નથી. તેને વધુમાં કહ્યું કે તેનાથી તેને નવી રોશની મળી છે. વિદ્યાએ કહ્યું કે પોતાના શરીરને સ્વીકાર કરવામાં તેને એક લાંબો સફળ નક્કી કરવો પડ્યો છે અને હવે તે પોતાને વધારે સુંદર અને ખુશ હોય તેવો અનુભવ કરે છે. આજકાલ લોકો શરીરની ઉપર વધારે વાત કરે છે અને એવી વાતો બિલકુલ સારી લાગતી નથી. ટ્રોલ્સ અંગે વાત કરતા વિદ્યાએ સવાલ ઉઠાવ્યા કે ઘણા લોકોના નાના વિચાર માટે તેમની આલોચન આલોચના કેમ નથી કરતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિદ્યા અક્ષય કુમારની સાથે મિશન મંગલમાં જોવા મળશે. તે સિવાય એન્ટી રામારાવની બાયોપિક પર પણ કામ કરી રહી છે. જે તેલુગુ ભાષામાં છે.

(6:33 pm IST)