ફિલ્મ જગત
News of Tuesday, 16th April 2019

દિનેશ વિજાનની ફિલ્મમાં પંકજને વધુ એકવાર ખાસ રોલ

પંકજ ત્રિપાઠીએ છેલ્લા કેટલાક વર્ષમાં અભિયન થકી ખુબ નામના મેળવી છે. પોતાના કોઇપણ રોલમાં તે ખીલી ઉઠે છે. ફિલ્મો સ્ત્રી અને લુકાછુપીના તેના અભિનયએ વાહ-વાહ મેળવી હતી. હવે પંકજને ઇરફાન ખાન અને કરીના કપૂર અભિનીત ફિલ્મ અંગ્રેજી મિડીયમમાં ખાસ રોલ મળ્યો છે. ઘણા સમયથી ઇરફાન ખાનની કમબેક ફિલ્મની ચર્ચા હતી. આ ફિલ્મમાં પંકજ કેમીયો કરતો જોવા મળશે. પંકજે કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવાની મેં હા એટલા માટે પાડી, કેમ કે તેમાં ઇરફાન ખાન છે. પ્રોડ્યુસર દિનેશ વિજાન પ્રત્યે પણ હું ખુબ માન ધરાવું છું. પંકજને ફિલ્મમાં ટોની નામનું પાત્ર મળ્યું છે. જે વ્હીલર ડીલરનું કામ કરે છે. તે ઇરફાનની પુત્રીને યુકે સુધી લઇ જવામાં મદદ કરે છે. દિનેશની લગભગ દરેક ફિલ્મમાં પંકજ હોય છે. અંગ્રેજી મિડીયમનું શુટીંગ ઉદયપુરમાં શરૂ થયું હતું. પંકજ આગામી ફિલ્મ ગુંજન સકશેનાની બાયોપિકમાં જ્હાન્વી કપૂરના પિતાનો રોલ નિભાવશે.

(9:37 am IST)