નવા શો'એક ભ્રમ-સર્વગુણ સંપન્ન'નું ઉદયપુરના સાસ-બહૂ મંદિરમાં લોન્ચીંગ
૧૦૦૦ વર્ષ જુના મંદિરમાં મુખ્ય કલાકાર શ્રેણુ પરિખ તથા દિલ્હી-મુંબઇ અને રાજસ્થાનના પત્રકારોની હાજરી
મુંબઇ તા. ૧૫: સ્ટાર પ્લસ પર આગામી ૨૨ એપ્રિલથી નવો શો 'એક ભ્રમ-સર્વગુણ સંપન્ન' શરૂ થઇ રહ્યો છે. આ શો સોમવારથી શુક્રવાર સાંજે ૭ કલાકે રજૂ થવાનો છે. આ શોમાં મુખ્ય ભૂમિકા શ્રેણુ પરિખ અને ઝેન ઇમામ નિભાવી રહ્યા છે. નિર્માતાઓનો દાવો છે કે આ શો સામાન્ય સાસુ-વહૂના શો કરતાં તદ્દન અલગ અને એક હાઇપ્રોફાઇલ પ્રભાવશાળી પરિવારની સત્ય કહાની પર આધારીત છે. જો કે આ પરિવારની ઓળખ છતી કરવામાં આવી નથી.
શોને અલગ જ રીતે લોન્ચ કરવા માટે ઉદયપુરના ૧૦૦૦ વર્ષ જુના સાસ-બહૂ મંદિરની પસંદગી કરવામાં આવી છે. શોનું લોન્ચીંગ આ મંદિર ખાતે થશે. જેમાં નિર્માતાો તેમજ શોના મુખ્ય કલાકાર જ્હાન્વી મિત્તલ (શ્રેણુ પરીખ) તેમજ મુંબઇ અને દિલ્હીના મિડીયા પ્રતિનિધીઓ તથા રાજસ્થાનના પત્રકારો હાજર રહેશે. સુમિત સોડાની નિર્દેશિત અને સની સાઇડઅપ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ શોમાં અનેક ચોંકાવનારા વળાંકો આવતાં રહેશે.