ફિલ્મ જગત
News of Monday, 15th April 2019

સારા અલી ખાનને મળી રહી છે નવી ફિલ્મોની સતત ઓફર

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાનની માત્ર બે ફિલ્મો બોલીવૂડમાં આવી છે. આમ છતાં તેની ચર્ચા દરેક જગ્યાએ છે. તેની એક ફિલ્મ બોકસ ઓફિસ પર સાધારણ અને બીજી સુપરહિટ રહી છે. જો કે બંનેમાં તેના અભિનયના ખુબ વખાણ થયા છે. હવે સારા પાસે નવી ફિલ્મોની સતત ઓફર આવતી રહે છે. જો કે સારાએ અભિનયની દુનિયામાં એન્ટ્રી લેતાં પહેલા સારું એવું ભણતર લીધું છે. તેણે કોલંબીયા યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સની ડીગ્રી લીધી છે. સારાએ એવી ઇચ્છા પણ દર્શાવી હતી કે સફળ અભિનેત્રી બન્યા પછી રાજકારણમાં પ્રવેશવાની તેની ઇચ્છા છે. જો કે તે અભિનય હમેંશા પહેલો પ્રેમ રહેશે. સારાએ કહ્યું હતું કે ભણતરનું જીવનમાં ખુબ મહત્વ છે. હાલમાં તે કાર્તિક આર્યન સાથેની ફિલ્મ લવ આજકલની સિકવલ કરી રહી છે. એ પછી વરૂણ ધવન સાથે કુલી નં. ૧ની રિમેકમાં કામ કરશે.

(9:57 am IST)