ફિલ્મ જગત
News of Monday, 15th April 2019

શુટીંગ સાથે સોશિયલ મિડીયામાં પણ સક્રિય સોનાક્ષી

બોલીવૂડમાં દબંગ ગર્લથી જાણીતી સોનાક્ષી સિન્હા હાલમાં ફિલ્મ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ અઠવાડીએ જ તેની આ ફિલ્મ આવી રહી છે. આ ઉપરાંત તે સલમાન ખાન સાથેની દબંગ-૩ના શુટીંગમાં પણ કામ કરી રહી છે. શુટીંગના કામ ઉપરાંત સોનાક્ષી સોશિયલ મિડીયામાં પણ સતત સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે જે કાતીલ અદા સાથેની તસ્વીર પોસ્ટ કરી હતી તેને ચાહકોએ ખુબ વખાણી હતી. સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર જે તસ્વીરો પોસ્ટ કરી છે તેમાં તે ખુબ જ હોટ અને ખુબસૂરત દેખાઇ રહી છે. આ તસ્વીરોને અસંખ્ય ચાહકોએ વખાણી છે. સોનાક્ષીએ લૂકને બેલેન્સ કરવા બોલ્ડ આઇ મેકઅપ સાથે ન્યુડ લિપસ્ટીકનો ઉપયોગ કર્યો છે. વાળને પણ મેસ્સી લૂક આપ્યો છે. કલંકમાં સોનાક્ષી આદિત્ય રોય કપૂરની પત્નિના રોલમાં છે. તેના પાત્રનું નામ સત્યા છે.

(9:57 am IST)