ફિલ્મ જગત
News of Saturday, 16th March 2019

એ.આર.રહેમાનના વિદ્યાર્થીએ જીત્યો એમેરીકી રીયાલીટી શોઃ મેળવ્યુ રૂ. ૭ કરોડનું ઇનામ

ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાનની મ્યુઝિક સ્કૂલના ૧૩ વર્ષીય વિદ્યાર્થી લિડિયન નાદસ્વરમએ અમેરીકી રીયાલીટી શો ધ વર્લ્ડસ બેસ્ટ જીતી લીધેલ છે. અને એમને ટ્રોફીની સાથે રૂ. ૭ કરોડની ઇનામની રકમ મળેલ છે. ચેન્નઇના લિડીયનએ ફાઇનલમા બે પિયાનો મેડલી બનાવી આ ખિતાબ જીત્યો. રહેમાનએ લિડિયનના ઘરે જઇ એમને જીતની બધાઇ આપી.

(10:49 pm IST)