ફિલ્મ જગત
News of Wednesday, 16th January 2019

ડાન્સર શક્તિ મોહન બોલીવુડમાં કરશે આ ફિલ્મથી ડેબ્યુ..

મુંબઈ:વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ એબીસીડી થ્રીથી કોરિયોગ્રાફર અને ડાન્સર શકિત મોહન બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. નિર્માતા દિગ્દર્શક રેમો ડિસોઝાની મેગા બજેટ ડાન્સ આધારિત ફિલ્મ એબીસીડી થ્રીમાં અનેક નવા કોરિયોગ્રાફરોને તક આપવામાં આવી છે. ફિલ્મ સંપૂર્ણ ડાન્સ આધારિત બનવાની છે જેમાં મહેમાન કલાકાર તરીકે પ્રભુદેવા, ગણેશ હેગડે જોવા મળવાના છે. ફિલ્મમાં નોરા ફતેહીના ઠૂમકા પણ દર્શકોને માણવા મળવાના છે. ફિલ્મમાં પોતાની પસંદગીથી આંનદવિભોર બની ગયેલી શક્તિએ જણાવ્યું હતું કે ફિલ્મના ફર્સ્ટ શિડયૂલ માટે હું ટીમ સાથે લંડન જવાની છું. હું ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહમાં છું.

(5:06 pm IST)