ફિલ્મ જગત
News of Wednesday, 16th January 2019

'સિમ્બા'એ તોડયો 'ચેન્નઇ એકસપ્રેસ'નો રેકોર્ડ

૨૨૭.૭૧ કરોડની કમાણી : રોહિત શેટ્ટીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

મુંબઇ તા. ૧૬ : રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'સિમ્બા' થર્ડ વીકમાં પણ તાબડતોડ કમાણી કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મે ભારતમાં ૨૨૭.૭૧ કરોડની કમાણી કરી છે. ૨૮ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ છે. એન્ટરટેઇનમેન્ટથી ભરપૂર સિમ્બા રોહિત શેટ્ટીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.

ટ્રેડ એકસપર્ટ તરણ આદર્શે ટ્વિટ કરી સિમ્બાના કલેકશનની જાણકારી આપી છે. સિમ્બા રોહિત શેટ્ટીની ચેન્નાઇ એકસપ્રેસના લાઇફટાઇમ કલેકશનને પાર કરી ગઇ છે. ફિલ્મે થર્ડ વીકમાં શુક્રવારે ૨.૬૦ કરોડ, શનિવારે ૪.૫૧ કરોડ, રવિવારે ૫.૩૦ કરોડ અને સોમવારે ૨.૮૬ કરોડની કમાણી કરી હતી. સિમ્બાએ ભારતમાં કુલ ૨૨૮ કરોડનું કલેકશન કર્યું છે. જે જોતાં ફિલ્મ ૨૫૦ કરોડ કલબમાં સામેલ થાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

રોહિત શેટ્ટીની 'ચેન્નઇ એકસપ્રેસ'નું લાઇફટાઇમ કલેકશન ૨૨૭.૧૩ કરોડ હતું. દરેક ફિલ્મ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મનું કલેકશન વધી રહ્યું છે. ચેન્નાઇ એકસપ્રેસ (૨૨૭.૧૩ કરોડ) અને ગોલમાલ અગેન (૨૦૫.૬૯ કરોડ)ની કમાણીથી આગળ નીકળી સિમ્બા રોહિત શેટ્ટીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.

સિમ્બા, ડાયરેકટરની ૮મી ફિલ્મ છે, જે ૧૦૦ કરોડ કલબમાં સામેલ થઇ છે. જાણે રોહિત શેટ્ટીની ફિલ્મ ૧૦૦ કરોડ કલબની ગેરન્ટી બનતી જાય છે. સાથે જ સિમ્બાએ રણવીર સિંહ અને સારા અલી ખાનના કરિયરમાં પણ ચાર ચાંદ લગાડ્યા છે. આ સારા અલી ખાનની બીજી ફિલ્મ છે. તેની પહેલી ફિલ્મ કેદારનાથ હતી.(૨૧.૭)

ફિલ્મ

  વર્ષ

   બિઝનેસ

સિમ્બા

૨૦૧૮

૨૨૭.૭૧ કરોડ

ગોલમાલ અગેઇન

૨૦૧૭

૨૦૫.૬૯ કરોડ

દિલવાલે

૨૦૧૫

૧૪૮.૭૨ કરોડ

સિંઘમ રિટર્ન્સ

૨૦૧૪

૧૪૦.૬૨ કરોડ

ચેન્નઇ એકસપ્રેસ

૨૦૧૩

૨૨૭.૧૩ કરોડ

બોલ બચ્ચન

૨૦૧૨

૧૦૨.૯૪ કરોડ

સિંઘમ

૨૦૧૧

૧૦૦.૩૦ કરોડ

ગોલમાલ-૩

૨૦૧૦

૧૦૬.૩૪ કરોડ

ઓલ ધ બેસ્ટ

૨૦૦૯

૪૧.૪૧ કરોડ

ગોલમાલ રિટર્ન્સ

૨૦૦૮

૫૧.૧૨ કરોડ

સન્ડે

૨૦૦૮

૨૦.૩૦ કરોડ

ગોલમાલ

૨૦૦૬

૨૯.૩૩ કરોડ

ઝમીન

૨૦૦૩

૧૧ કરોડ

 

(3:42 pm IST)