ફિલ્મ જગત
News of Saturday, 15th December 2018

એશિયાનો બીજો સૌથી સેકસી પુરૂષ બન્યો ટીવી સ્ટાર વિવિયન ડીસેના

આ લિસ્ટમાં શાહિદ કપૂર, હૃતિક રોશનનું નામ પણ સામેલ

મુંબઇ તા. ૧૫ : દર વખતની જેમ વર્ષ ૨૦૧૮ પૂર્ણ થતા પહેલા આ વર્ષના એશિયાના ટોપ સેકસી મેનનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ લિસ્ટમાં નંબર વન પર દક્ષિણ કોરિયાના તાઈયુંગને એશિયાનો સૌથી સેકસી મેન જાહેર કરવામાં આવ્યો છે. પણ ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં એશિયાના સૌથી સેકસી પુરુષોના બીજા નામમાં ભારતના ટીવી સિરિયલનો સૌથી હેન્ડસમ ચહેરા તરીકે ઓળખાતા વિવિયન ડેસેનાનું નામ છે. ભારતીય ટેલિવિઝન એકટર વિવિયન ડીસેના બાદ આ લિસ્ટમાં બોલિવૂડ એકટર શાહિદ કપૂર, જયાન મલિક અને હૃતિક રોશનનું નામ જાણવા મળ્યું છે. આ લિસ્ટમાં વિવિયન ડીસેના સિવાય અન્ય ટીવી સ્ટાર મોહસિન ખાન અને ટીવીના રામના નામથી પ્રખ્યાત ગુરમીત પણ એશિયાના સેકસી પુરુષોના લિસ્ટમાં સામેલ છે. ટીવી સ્ટાર વિવિયન ડીસેના આજકાલ ટીવી શો શકિત અસ્તિત્ત્વનો અહેસાસમાં જોવા મળી રહ્યો છે. આ પહેલાં વિવિયન ડીસેના હિટ શો મધુબાલામાં જોવા મળ્યો હતો. વિવિયન ડીસેનાને ટીવીનો સૌથી હોટ સ્ટાર પણ કહેવામાં આવે છે.(૨૧.૧૧)

 

(3:33 pm IST)