એમાં હું ઉતાવળ નથી કરતીઃ શુભાવી
અભિનેત્રી શુભાવી ચોકસીએ ટીવી પરદે કયું કી સાસ ભી કભી બહૂ થી શો દ્વારા શરૂઆત કરી હતી. એ પછી તેણે કહાની ઘર ઘર કી, બડે અચ્છે લગતે હૈ, કસોૈટી જિંદગી સહિતના શો કર્યા છે. હાલમાં તે બડે અચ્છે લગતે હૈ-૨માં રામની સાવકી મમ્મી નંદીનીનો રોલ નિભાવી રહી છે. શુભાવી ચોકસેનું કહેવું છે કે હું મારા ફ્રેન્ડ્સને અસલી જિંદગીમાં બહુ ઝડપથી વધુ નિકટ આવવા દેતી નથી. આ માટે મારે સમય લેવો પડે છે. સેટ પર તેના ફેવરિટ ફ્રેન્ડ કોણ કોણ છે? એવું પુછાતાં તેણે કહ્યું હતું કે 'કલોઝ ફ્રેન્ડ્સ બનાવવા માટે હું ખૂબ સમય લઉં છું. હું બહુ જલ્દી ફ્રેન્ડ નથી બનાવી શકતી.
પ્રામાણિકપણે કહું તો મને પ્રોફેશનલ એકટર્સ ખૂબ પસંદ છે અને હું ગર્વથી કહું છું કે અમારા સેટ પર આવા ઘણા ટેલેન્ટેડ એકટર્સ છે. નકુલનું સેન્સ ઓફ હ્યુમર ખૂબ જોરદાર છે. દિશા પણ થોડી શરારતી છે. અમારા વ્યસ્ત શેડ્યુલમાં પણ અમે ઘણી મસ્તી કરી લઈએ છીએ. અમારી વચ્ચેનું જે પણ બોન્ડ છે એ એકદમ કુદરતી છે.