ફિલ્મ જગત
News of Friday, 15th November 2019

ઋષિ કપૂરે બાળદિન પર શેયર કરી અનિલ અને બોની સાથેની તસ્વીર

મુંબઈ : પીઢ અભિનેતા રૂષિ કપૂરે અનિલ અને બોની કપૂર સાથે તેમના બાળપણની તસવીર શેર કરી છે. રૂષિએ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરને ટ્વિટર પર શેર કરી છે જેમાં તે અનિલ અને બોની સાથે કોકાકોલાની મજા માણી રહ્યો છે.તસવીરના કેપ્શનમાં રૂષિએ લખ્યું છે, "કોકાકોલા માટેની વાસ્તવિક જાહેરાત. બોની કપૂર, આદિત્ય કપૂર, રૂષિ કપૂર, તુતુ શર્મા અને પ્યારે અનિલ કપૂર (ફોટો ઉતારવા ખાલીદ મોહમ્મદને જશ)."કેન્સરની સારવાર બાદ સપ્ટેમ્બરમાં રૂષિ ન્યૂયોર્કથી ભારત પાછા ફર્યા હતા.બોલિવૂડમાં કામની વાત કરીએ તો તે છેલ્લે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે '102 નોટઆઉટ' માં જોવા મળ્યો હતો.

(5:27 pm IST)