ફિલ્મ જગત
News of Friday, 15th November 2019

ગરબડ અનેકગણી થવાની છે

અક્ષયકુમારની નવી ફિલ્મનું નામ છે 'ગુડ ન્યુઝ' : ૨૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે

નવી દિલ્હી,તા.૧૫:  અક્ષયકુમારે 'ગુડ ન્યુઝ'નું પોસ્ટર શેર કરીને ફિલ્મને વર્ષની સૌથી મોટી ગૂફ-અપ જણાવી છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે કરીના કપૂર ખાન, દિલજિત દોસાંજ અને કિયારા અડવાણી પણ જોવા મળશે. આ ફિલ્મને રાજ મેહતાએ ડિરેકટ કરી છે. આ વર્ષે ૨૭ ડિસેમ્બરે  ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મના પોસ્ટરમાં કરીના અને કયારા બેબી-બમ્પ સાથે જોવા મળી રહી છે. બન્નેની બેલીઝ વચ્ચે અક્ષયકુમાર અને દિલજિત દોસાંજનો ચહેરો ફસાયેલો દેખાય છે. સાથે જ આ પોસ્ટર પર લખેલું છે, બિગેર્ટ ગૂફ-અપ ઓફ ધ યર. આ પોસ્ટર ટ્વિટર પર શૈર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે 'ગરબડ અનેકગણી થવાની છે. એ તમને 'ગુડ ન્યુઝ'માં જોવા મળવાનું છે. આ વર્ષે ક્રિસમસમાં ૨૭ ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થવાની છે.'

સાથે જ અક્ષયકુમારે  હજી એક  પોસ્ટર શેર કર્યુ છે જેમાં તે એકલો આ બેબી-બમ્પ વચ્ચે ફસાયેલો દેખાઈ રહ્યો છે. આ પોસ્ટર ટુવિટર પર શેર કરીને અક્ષયકુમારે ટ્વીટ કયું હતું કે 'આ ક્રિસમસમાં તમને થોડા ગુડ ન્યુઝ આપવાની વચ્ચે સપડાઈ ગયો છું. બિગેસ્ટ ગૂફ-અપ ઓફ ધ યર આવી રહી છે.'

આ પોસ્ટરની પ્રશંસા કરતાં કોમેડિયન કપિલ શર્માએ ટ્વીટ કર્યું હતું કે 'કોન્ગ્રેચ્યુલેશન્સ પાજી. પોસ્ટર ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. જોકે મારા ગુડ ન્યુઝ તમારા ગુડ ન્યુઝ કરતાં પહેલાં આવશે. હાહાહા. પૂરી ટીમને શુભેચ્છા.'

એ વખતે કપિલ શર્માને શુભેચ્છા આપતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે 'કમાલ કર દિયા શમાંજી. તારા ગુડ ન્યુઝ માટે તને દિલથી શુભેચ્છા. બિગ હગ.'(૨૨.૭)

(11:37 am IST)