ફિલ્મ જગત
News of Thursday, 15th November 2018

યુવા શિવગામીની ભૂમિકા નિભાવવી પડકારજનકઃ મૃણાલ

નાગપુરમાં જન્મેલી મૃણાલ ઠાકુરે મોડેલીંગ શરૂ કર્યા બાદ ટીવી પરદે કુમકુમ ભાગ્ય શો થકી ઘર-ઘરમાં ઓળખ બનાવવાની તક મળી હતી. જો કે તેનો પહેલો શો મુજ સે કુછ કહેતી...યે ખામોશિયા હતો. એ પછી તેણે ફિલ્મ લવ સોનીયામાં રોલ નિભાવ્યો હતો. આ ઉપરાંત ઇસ પ્યાર કો કયા નામ દૂં નામનો શો પણ કર્યો હતો. મરાઠી ફિલ્મ પણ કરી ચુકેલી મૃણાલને હવે બાહુબલિ ફિલ્મમાં કામ કરવાની તક મળતાં તે અત્યંત ખુશ છે. બાહુબલી-ધ બિગીનીંગ અને બાહુબલી-૨ ધ કન્કલૂઝન પછી હવે બાહુબલી-બિફોર ધ બિગીનીંગ નામની ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં મૃણાલને યુવા શિવગામીનો રોલ મળ્યો છે. બાહુબલીમાં રામ્યા કૃષ્ણને આ રોલ નિભાવ્યો હતો. મૃણાલ કહે છે યુવા શિવગામીનો રોલ મારા માટે પડકારજનક બની રહેશે. હું આ સિરીઝની ટીમ સાથે જોડાવાની તૈયારી કરી રહી છું. બાહુબલીના આ પ્રિકવલ નેટફિલકસ પર વેબ સિરીઝ રૂપે દર્શાવાશે. રિતીક સાથે સુપર થર્ટીમાં પણ મૃણાલ મુખ્ય રોલમાં છે.

(11:17 am IST)