ફિલ્મ જગત
News of Tuesday, 15th October 2019

શહીદ લેફટેનન્ટ અરુણ ખેત્રપાલની બાયોપિકમાં નજરે પડશે વરુણ ધવન

મુંબઇ: વરુણ ધવન એક વોર ફિલ્મમાં કામ કરવાનો છે. તે ફરી એક વખત 'બદલાપુર'ના દિગ્દર્શક શ્રીરામ રાઘવન સાથે કામ કરતો જોવા મળશે. જોડી શહીદ લેફટેનન્ટ અરુણ ખેત્રપાલની બાયોપિકમાં સાથે કામ કરવાના છે. ફિલ્મમાં અરુણનું પાત્ર વરુણ ભજવવાનો છેવરુણ ધવને વાતની ઘોષણા સોશિયલ મીડિયા પર કરી છે. તેણે ફિલ્મ સાથે જોડાયેલી એક તસવીર પોસ્ટ કરી છે. ' ભારતીય સૈનિકનું પાત્ર ભજવવું મને હંમેશાથી ઈચ્છા હતી. હવે દિનેશ વિઝનની ફિલ્મ દ્વારા મને પાત્ર ભજવવાની તક મળી રહી છે, જેનો મને અપાર આનંદ છે,'' તેમ વરુણે કેપ્શન મુક્ છે ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થાય તેવી શક્યતા છે. ફિલ્મ મેકર્સ અન્ય કાસ્ટિંગ પર કામ કરી રહી રહ્યા છે. જ્યારે વરુણને ફાઇનલ કરી દીધો છે. શહીદ અરુણના જન્મદિવસે ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. વરુણ પ્રથમ વખત ભારતીય સેનાની વર્દીમાં રૂપેરી પડદે જોવા મળશે.લેફટન્નટ અરુણની વાત કરીએ તો તેણે ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાના યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂળ ચટાવી હતી. તેને ૨૧ વરસની વયે જપરમવીર ચક્રથી સમ્માનિત કરવામાં  આવ્યો હતો.

(5:26 pm IST)