ફિલ્મ જગત
News of Tuesday, 15th October 2019

આયુષ્‍માન ખુરાનાની ડ્રીમ ગર્લ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ કર્યો

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના જ્યાં હાલમાં પોતાની આગામી ફિલ્મ 'બાલા (Bala)'ને લઇને ચર્ચામાં છે તો બીજી તરફ ગત મહીને રીલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ'એ એક નવો રેકોર્ટ બનાવી લીધો છે. આમ તો આયુષ્માન ખુરાનાની ડિફ્રેંટ સબજેક્ટવાળી ફિલ્મ હંમેશા લોકોને પોતાના દિવાના બનાવવામાં સફળ થાય છે. પરંતુ 'ડ્રીમ ગર્લ'એ આયુષ્માનને નવી ઉંચાઇઓ સુધી પહોંચાડી દીધો છે.

અભિનેતા આયુષ્માન ખુરાના દર્શકો પાસેથી પોતાની ફિલ્મોને મળી રહેલા સમર્થનના લીધે ખુબ ખૂશ છે. તાજેતરમાંજ તેમની ફિલ્મ ડ્રીમ ગર્લ કમાણીના મામલે અત્યાર સુધીની તેમની સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. તેના પર અભિનેતાએ કહ્યું કે નવા માઇલસ્ટોનને પાર કરવું સારું લાગે છે.

ટ્રેડ એનાલિસ્ટ તરૂણ આદર્શે સોમવારે ટ્વિટ કર્યું ''ફિલ્મ 'બધાઇ હો'ને પછાડતા હવે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ' કમાણીના મામલે અત્યાર સુધીની તેમની સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. તેમણે અખ્યું કે 'ભારતમાં (પાંચમા અઠવાડિયે) શુક્રવારે 35 લાખ, શનિવારે 60 લાખ, રવિવારે 75 લાખ: કુલ 139.70 કરોડ''

વર્ષ 2012માં 'વિક્કી ડોનર' ફિલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર બોલીવુડ અભિનેતાએ આ વાતને જાણીને ખુબ ખૂશ છે. આયુષ્માને કહ્યું કે 'એક કલાકાર હોવાના નાતે તમે બસ એટલું જ કરી શકો છો કે તમે એ વાતમાં વિશ્વાસ કરો જે ફિલ્મ તમે પસંદ કરી છે, તે સારી છે અને તેમાં લોકોનું મનોરંજન થશે.''

તેમણે કહ્યું કે 'નવા માઇલસ્ટોન સુધી પહોંચવું હંમેશા અદભૂત હોય છે અને મારી ફિલ્મો દર્શકોને જેવી રીતે પસંદ આવી રહી છ, તેનાથી હું ખૂબ અભિભૂત છું, 'ડ્રીમ ગર્લ' ફિલ્મમાં આયુષ્માને એક એવા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે, જે મહિલાઓનો અવાજ કાઢવામાં સક્ષમ હોય છે.

(5:17 pm IST)