ફિલ્મ જગત
News of Monday, 15th October 2018

ન્‍યુયોર્કમાં કેન્‍સરની સારવાર લઇ રહેલ સોનાલી બેન્‍દ્રેને પોતાના ડોગની ખૂબ જ યાદ આવે છે

એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલ ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી છે. સોનાલીના ફેન્સ અને તેના ફ્રેન્ડ્સ દરેક વ્યક્તિ તેની ફાસ્ટ રિકવરી માટે પ્રાર્થના કરે છે. ફિલ્મ ઈંડસ્ટ્રીના જે લોકો સોનાલીની નજીક છે અથવા તો ન્યૂયોર્કમાં છે તેઓ થોડા થોડા વખતે સોનાલીને મળવા જાય છે.

તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા સોનાલી બેન્દ્રેને મળવા પહોંચી અને તેની સાથે સમય વિતાવ્યો. આ દરમિયાન પ્રિયંકા સાથે તેની ડોગ ‘ડાયના’ પણ હતી. સોનાલીએ પણ તેની સાથે રમીને સમય વિતાવ્યો.

ડાયના સાથે રમ્યા બાદ સોનાલી ખૂબ ખુશ જણાઈ. સોનાલી આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પ્રિયંકાનો આભાર માન્યો સાથે જ જણાવ્યું કે તે પોતાના ડોગને કેટલો યાદ કરે છે.

સોનાલીએ લખ્યું કે, “ડોગ્સ ખરેખર બેસ્ટ હોય છે. મારા ડોગીને મુંબઈમાં મૂકીને આવ્યા બાદ આ પ્રથમ ડોગ છે જેની સાથે મેં મસ્તી કરી. મિશ્ર લાગણીઓ અનુભવી રહી છું, જે યાદો અને પ્રેમથી ભરપૂર છે. થેન્ક્યૂ પ્રિયંકા ચોપરા ડાયના સાથે મને સમય વિતાવવા દેવા માટે. ડાયના ખૂબ પ્રેમાળ છે અને દુનિયાની સૌથી ક્યૂટ વસ્તુઓમાંથી એક છે.”

સોનાલીએ આગળ લખ્યું કે, “સોરી પ્રિયંકા, મને તારી સાથે અને બાકીની ગર્લ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરીને સારું લાગ્યું પણ હાઈલાઈટ તો ડાયના જ હતી. ડાયના બેસ્ટ છે. જો કે, મારા ડોગની સરખામણીમાં સાઈઝના મામલે તે એક ચતુર્થાંશથી પણ ઓછી છે.”

(6:16 pm IST)