ફિલ્મ જગત
News of Monday, 15th October 2018

આયુષને સાળા સલમાનની ફિલ્મમાં પણ મળ્યો રોલ

સલમાન ખાનની ફિલ્મ ભારતનું શુટીંગ ધમધોકાર ચાલી રહ્યું છે. ફિલ્મની હિરોઇન કેટરીના કૈફ છે. તો અનેક નાની-નાની ભુમિકાઓમાં મોટા કલાકારો સામેલ થઇ રહ્યા છે. જૈકી શ્રોફ, દિશા પટાની, વરૂણ ધવન આ ફિલ્મ સાથે જોડાઇ ચુકયા છે.અબુધાબી ખાતે વરૂણ તાજેતરમાં પોતાના ભાગનું શુટીંગ પુરૂ કર્યુ હતું. તે સલમાન સાથે નાનકડા રોલમાં જોવા મળશે. હવે આ ફિલ્મમાં સલમાન ખાને પોતાના જીજાજી આયુષ શર્માને પણ રોલ આપ્યો છે. આયુષને નાનકડો પણ ખુબ મહત્વનો રોલ મળ્યો છે. તાજેતરમાં આયુષની ફિલ્મ લવયાત્રી રિલીઝ થઇ હતી. ફિલ્મ ભલે ન ચાલી હોઇ પણ આયુષના અભિનયને પસંદ કરાયો છે. ફિલ્મમાં સલમાન અલગ-અલગ લૂક અને રોલમાં જોવા મળવાનો છે.

 

(9:50 am IST)