ફિલ્મ જગત
News of Wednesday, 15th September 2021

પલકના ચાહકોની સંખ્યામાં થયો વધારો

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી  પલક પણ મા શ્વેતાની જેમ સોશિયલ મિડીયા પર આગ લગાડવા માટે જાણીતી બની ગઇ છે. પલકે તાજેતરમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. તે જોઇ ચાહકો ઘાયલ થઇ ગયા હતાં. પલકે ખુબ જ ગ્લેમરસ અંદાજમાં   સ્ટ્રિપ્ડ ટાઇડ ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપ્યા હતાં. બોલીવુડની નવીનવેલી એકટ્રેસ પલક તિવારી સતત ચાહકોની સંખ્યા વધારી રહી છે. તેની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ છતાં તે અત્યારથી સતત ચર્ચામાં છે.  બોલીવૂડમાં તે પહેલી ફિલ્મ રોઝી-ધ સેફ્રોન ચેપ્ટર નામની ફિલ્મથી એન્ટ્રી કરી ચુકી છે. પલક તિવારીની સોશિયલ મીડિયા પર અસંખ્ય ચાહકો ધરાવે છે. પલક તિવારીએ નવી તસ્વીરો પોસ્ટ કરતાં જ ધડાધડ વાયરલ થઇ ગઇ હતી. ચાહકોએ તેની તસ્વીરને ખુબ પસંદ કરી હતી.

(9:51 am IST)