News of Sunday, 15th September 2019
સનોજ શર્મા કૌન બનેંગા કરોડપતિના પહેલા કરોડપતિ
નવી દિલ્હીઃ કૌન બનેંગા કરોડપતિના સનોજ શર્માએ ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો જવાબ આપીને હોટસિટ પર બેસવાનો મોકો મેળવ્યો હતો. કૌન બનેંગા કરોડપતિમાં સનોજ એક કરોડ જીતનારા પહેલા વ્યકિત બન્યા હતા. તેમજ ૧ કરોડના સવાલનો જવાબ પણ ખબર હતી તેમ છતાં લાઇફ લાઇનનો ઉપયોગ કર્યો હતો. અમિતાભ બચ્ચને લાઇફ લાઇન લેવાનું કારણ પૂછયું તો કહ્યૂં હતુ કે પછીના પ્રશ્નમાં લાઇફલાઇનનો ઉપયોગ કરી શકશે નહી એટલે એક કરોડ રૃપિયા માટેના પ્રશ્નમાં જ લાઇફ લાઇન ઉપયોગમાં લેશે. આ સાથે જ સનોજ શર્મા એક કરોડ જીતીને કૌન બનેંગા કરોડપતિની વર્તમાન સીરીઝમાં પહેલા કરોડપતિ બન્યા હતા.
(2:09 pm IST)