ફિલ્મ જગત
News of Sunday, 15th September 2019

સલમાનખાનની કિક-ર ફિલ્મમાં જેકલીન મુખ્ય રોલમાં રહેશેઃ

રોહિત કિક-ર સિવાય અન્ય ફિલ્મ સલમાન સાથે કરશે

મુંબઇ :નિર્દેશક રોહીત શેટ્ટી હવે સલમાન ખાનની  કિક-ર ફિલ્મમાં નિર્દેશક તરીકે કામ કરવા જઇ રહ્યા છે. કિક-ર મા સલમાનની સાથે ફરી એકવાર જેકલીન નજરે પડનાર છે. સલમાન સાથે તે ત્રીજી વખત ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. કિક, રેસ-૩ અને હવે કિક-ર ફિલ્મમાં તે સલમાન સાથે આવનાર છે.

રોહિત શેટ્ટી જો કોઇ કારણોસર  કિક-ર ફિલ્મ માટે નિર્દેશન નહી કરે તો પણ સલમાન ખાન સાથે એક ફિલ્મ કરવાની તેમની યોજના છે જેના પર પટકથા લખવાનુ કામ ચાલી રહ્યું છે.  કિક ફિલ્મ બોકસ ઓફીસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી.

આ ફિલ્મના ગીતો અન ેસંગીતની સાથે સાથે દિલધડક એકશન સીન ચાહકોને ખૂબ પસંદ પડી ગયા હતા.  રોહિત શેટ્ટીના નિર્દેશનને લઇને કોઇ પરેશાની રહેતી નથી. રોહિતના નિર્દેશનથી સાજીદ હંમેશા પ્રભાવિત રહ્યા છે. નિર્દેશક રોહિત શેટ્ટી એકશન ફિલ્મ બનાવવા માટે  ઓળખાય છે. 

(12:40 pm IST)