આઇટમ સોંગ માટે નોરા ફતેહીની સૌથી વધુ બોલબાલા
મુંબઇ : દિલબર અને કમરિયા જેવા આ વર્ષના હીટ સોંગના વિડીયોમાં નજરે આવેલી નોરા ફતેહીની બોલબાલા આઇટમ સોંગમા સૌથી વધોર જોવા મળે છે. તેની લોકપ્રિયતાનો લાભ લેવા માટે નિર્માતા નિર્દેશકો પણ ભારે ઉચ્સૂક છે. તેના આઇટમ સોંગને ફિલ્મમાં લીધા બાદ ફિલ્મ હીટ સાબીત થઇ રહી છે.
વર્ષ ર૦૧૯ ચોકકસપણે તેના વર્ષ તરીકે છે તેનુ કહેવુ છે કે આ વર્ષના ગાળા દરમ્યાન તે ખુબ મહેનત કરી ચુકી છે. આ વર્ષમા સોૈથી મોટા સોંગ તરીકે તેની પાસે ક્રેડીટ આવી છે.
૧૯૯૯ ના સુપરહિટ સોૅગના જાદુ ફરી જગાવ્યો છે. ૧૯૯૯ મા આવેલી સીર્ફ તુમ ફિલ્મના આ ગીતે ભારે ચર્ચા જણાવી હતી. નોરાનુ કહેવું છે કે આ ગીતની અરેબીક આવૃતિ પણ તૈયાર કરવામા આવી રહી છે. તેની કેરીયરમાં દિલબર ટર્નીગ પોઇન્ટ તરીકે છે. દિલબર ગીત રજુ થયા બાદથી તે જુદા જુદા દેશોમાં પ્રવાસ કરી ચૂકી છે. ભારતની બહાર પણ આ ગીતની લોકપ્રિયતા વધી છે. હાલમા તે બાટલા હાઉસ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં પણ તેની પાસેથી જોરદાર અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી.