ફિલ્મ જગત
News of Sunday, 15th September 2019

માલદીવમાં સુષ્મિતા સેન દિલકશ અંદાજમાં જોવા મળતા સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને તસવીરો ભારે ધમાલ

મુંબઇ : અભિનેત્રી સુષ્મિતા સેન આમ તો ઘણા સમયથી પડદાથી દૂર છે પરંતુ હાલ સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને તસવીરો ભારે ધમાલ મચાવી રહ્યા છે. અત્યારે પણ એક દિલકશ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુષ્મિતા સેન માલદીવના દરિયા કાંઠે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા જ વાયરલ થઈ રહ્યો છે અને સુષ્મિતા સેન તેમાં બહુ સુંદર લાગી રહી છે.

જણાવી દઈએ કે આ વીડિયોમાં તેમણે સફેદ રંગનો સિલ્ક ડ્રેસ પહેરી રાખ્યો છે અને બીચ પર ફરતી અને એન્જોય કરતી જોવા મળી રહી છે. સુષ્મિત સેને આ વીડિયોને પોસ્ટ કરતા લખ્યું કે જ્યારે તમે નેચર અને સાચી દુનિયાની નજીક થાવ છો તો તમારા ચહેરા પર નૂર આવી જાય છે.

માલદીવમાં આનંદ લેતી સુષ્મિતા સેન આ વીડિયોમાં બહુ ખુશ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેન હાલ પોતાની લવ લાઈફને લઈ ભારે ચર્ચામાં રહે છે તે હાલ રોહમન શૉલને ડેટ કરી રહી છે, જે એક મોડેલ છે. અહેવાલ મુજબ બંને જલદી જ લગ્ન કરવાનું પણ પ્લાન બનાવી રહ્યા છે. જો કે લગ્નને લઈ કોઈપણ પ્રકારનું નિવેદન બંને તરફથી આવ્યું નથી. હાલ તમે જુઓ આ શાનદાર વીડિયો...

(12:01 pm IST)