ફિલ્મ જગત
News of Saturday, 15th September 2018

હિન્દી ભાષા માટે ખૂબ ગૌરવ છે: અનુપમ ખેર

મુંબઈ:અભિનેતા અનુપમ ખેરે કહ્યં હતું કે મને હિન્દી ભાષા માટે ખૂબ ગૌરવ છે કારણ કે એેમાં તમામ સ્વર-વ્યંજનો સમાન છે, કોઇ ઊંચ નીચ નથી.'અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષામાં કેપિટલ લેટર અને સ્મોલ લેટર જેવા ભેદ છે. મારી હિન્દી ભાષામાં એવી ઊંચનીચની કોઇ કલ્પના નથી. અહીં બધા સ્વર વ્યંજનો સમાન છે. મને મારી હિન્દી ભાષા માટે ખૂબ માન અને ગૌરવ છે. જય હો' એમ અનુપમ ખેરે કહ્યું હતું.પોલિટિકલ કૌભાંડેાની હો હામાં વાત ભૂલાઇ ગઇ હતી કે ૧૪ સપ્ટેંબર ભારતમાં હિન્દી દિન તરીકે ઊજવાય છે. અનુપમે કહ્યું કે હિન્દી ભાષામાં હજારો ફિલ્મો બની છે. એમાંની કેટલીક ફિલ્મોમાં કામ કરવાની મને પણ તક મળી હતી. વાતનો મને આનંદ અને ગૌરવ છે.છેલ્લા  સાડા ત્રણ ચાર દાયકાાં અનુપમે સાડા ચારસોથી વધુ હિન્દી ફિલ્મો અને ડઝનબંધ નાટકો તથા ચેટ શો કર્યા છેહાલ અનુપમ ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ કરી રહ્યા છે. એમાં એમણે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘનો રોલ કર્યો છે.

(5:16 pm IST)