ફિલ્મ જગત
News of Saturday, 15th September 2018

ફિલ્મ નિર્દેશનમાં હાથ આજમાવશે ઇમરાન ખાન

મુંબઇ:હવે કમબેક કરી રહ્યો છે પરંતુ અભિનેતા તરીકે નહીં, ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ લઇને આવી રહ્યો છે. એની ફિલ્મનંુ ટાઇટલ છે 'મિશન માર્સ કીપ વૉકિંગ ઇન્ડિયા'. જો કે ફિલ્મ ફિચર ફિલ્મ નથી, ટૂંકી ફિલ્મ છે. પોતાના કાર્ય વિશે બોલતાં એણે કહ્યું, 'ડાયરેક્ટર તરીકે બની રહેલી ફિલ્મ મારું માનસ સંતાન હશે, સારું બને કે બને, પરંતુ એમાં હું સંપૂર્ણપણે સ્વતંત્ર હોઇશ એટલે મારે બીજા કહે એમ કરવાનું રહેતું નથી. બીજાના ઇશારે કામ કરવાનું નથી. સફળ પણ થાઉં તો મારે મારી જાતને ઠપકો આપવાનો છે. સફળ થાઉં તો મારે મારો ખભો થાબડવાનેા છે. એટલે થોડીક ફિલ્મોમાં અભિનય કર્યા બાદ હવે હું પોેતે ફિલ્મ સર્જક બની રહ્યો છું.'  અભિનેતા તરીકે એની છેલ્લી ફિલ્મ હતી ૨૦૧૪માં રજૂ થયેલી કટ્ટી બટ્ટી. બોક્સ ઑફિસ પર ફિલ્મનો ધબડકો વળી ગયો હતો. અંગે પૂછતાં એણે કહ્યું કે માત્ર કટ્ટી બટ્ટીની વાત નથી. બીજી પણ કેટલીક ફિલ્મો મેં એવી કરી જે મારી દ્રષ્ટિએ સરસ હતી પરંતુ દર્શકોએ એને નકારી કાઢી હતી. મારી ભૂલો માટે હું બીજાને દોષ દેવામાં માનતો નથી. મારી ભૂલો માટે હું પોતે જવાબદાર છું.

(5:16 pm IST)