ફિલ્મ જગત
News of Saturday, 15th September 2018

સારા અલી ખાન સાથે હું ફિલ્મ નથી કરી રહ્યો: વરુણ ધવન

મુંબઈ: બૉલીવુડ અભિનેતા વરુણ ધવનનું કહેવું છે કે તે અત્યારે સારા અલી ખાન સાથે ફિલ્મ નથી કરી રહ્યો. હું ટૂંક સમયમાં મારા પિતા ડેવિડ ધવન સાથે ફિલ્મ કરવાનો છું. પહેલી એવી ફિલ્મ છે જે ધવન પરિવારના બેનર હેઠળ બનવાની છે. જેની તૈયારિટીમાં પિતા ડેવિડ તથા મોટો ભાઈ રોહિત પણ લાગી ગયો છે. ફિલ્મમાં સારા અલીની એન્ટ્રીને લઈને ચર્ચા હતી જેને લઈને વરુને મીડિયાને જણાવ્યું છે કે હજુ સુધી ફિલ્મન સ્ક્રીપટ લખાય છે અને ફિલ્મની સ્ટારકાસ્ટ નક્કી નથી થઇ.સમય આવશે ત્યારે ત્યારે ફિલ્મની લીડ હીરોઈનની જાહેરાત કરી દેવામાં આવશે.

(5:12 pm IST)