ફિલ્મ જગત
News of Thursday, 15th August 2019

સિંગાપુરના મેડમ તુસાદના વેક્સ મ્યુઝિયમમાં શ્રીદેવી

મુંબઇરુપ કી રાની તરીકે ઓળખાતી શ્રીદેવીનો ૫૬મો જન્મ દિવસ ૧૩ ઓગસ્ટના ગયો ત્યારે પરિવારના લોકોએ તેને પોતપોતાની રીતે યાદ કરી હતી. હવે એક રસપ્રદ સમાચાર આવ્યા છે કે, સિંગાપુરના મેડમ તુસાદના વેક્સ મ્યુઝિયમમાં તેનું પુતળુ મુકવામાં આવશે.જેમાં તે 'મિસ હવા હવાઇ'ના અવતારમાં જોવા મળશે.સોશિયલ મીડિયા પર સિંગાપરુના મેડમ તુસાદના અધિકારીઓએ થોડી તસવીરો શેર કરી છે. તેના પુતળાના લોન્ચ પ્રસંગે તેના પરિવારજનો હાજર રહેવાના છે. જેમાં તેનો પતિ બોની અને બન્ને પુત્રીઓ જાહ્નવી અને ખુશી જવાના છે. પૂતળુ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં મુકવામાં આવશે.રિપોર્ટસના અનુસાર સ્ટેચ્યુ આર્ટિસ્ટે ની ટીમે પરિવારની મુલાકાત લઇને સ્ટેચ્યુના પોઝ,એક્સપ્રેસન, મેકઅપને રીક્રિએટ કર્યો છે.સિંગાપુરના વેક્સ મ્યુઝિયમના જનરલ મેનેજરે જણાવ્યુ હતું કે, 'મને ખુશી છે , મેડમ તુસાદમાં દર્શકોને શ્રીદેવીની લીગેસીને સ્થાન મળશે. શ્રીદેવી  ભારતીય સિેમાની આઇકોન છે. ''

(3:09 pm IST)