જિનિયસનું બીજું ટ્રેલર લોન્ચ
મુંબઇ: ટોચના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને ઉત્કર્ષ શર્માને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ જિનિયસના બીજા ટ્રેલરને સોમવારે સોશ્યલ મિડિયા પર રજૂ કરાયું હતું.
ઝી મ્યુઝિક કંપનીના યુ ટયુબ પરના હેન્ડલ પર આ ટ્રેલર રજૂ કરાનાર છે. જો કે ટ્રેડ પંડિતો માને છે કે જિનિયસ સાથે બીજી અડધો ડઝન ફિલ્મો રજૂ થઇ રહી હોવાથી બોક્સ ઑફિસ પર આ ફિલ્મ જોરદાર બિઝનેસ કરે એેવી શક્યતા બહુ ઓછી છે.
જિનિયસ સાથે સોનાક્ષી સિંહાને મહત્ત્વના રોલમાં રજૂ કરતી ફિલ્મ હેપ્પી ફિર ભાગ જાયેગી રજૂ થઇ રહી છે તેમ ઇમ્તિયાઝ અલીની એકતા કપૂર નિર્મિત લૈલા મજનુ પણ રજૂ થવાની છે. ઉપરાંત હોલિવૂડની બીજી ત્રણેક ફિલ્મો રજૂ થવાની છે.
ઉત્કર્ષ શર્મા ટોચના ફિલ્મ નિર્દેશક અનિલ શર્માના પુત્ર છે. સની દેઓલ અને અમીષા પટેલની હિટ ફિલ્મ ગદર એક પ્રેમકથામાં ઉત્કર્ષે એક બાળ કલાકારની ભૂમિકા પણ કરી હતી. જિનિયસ ફિલ્મમાં ઉત્કર્ષ મુખ્ય રોલ કરી રહ્યો છે અને એની સામે ઇશિતા ચૌહાણ ચમકી રહી છે.
ફિલ્મના બીજા ટ્રેલરમાં એક્શન દ્રશ્યો રજૂ થયાં હતાં. સાથોસાથ બંને મુખ્ય પાત્રોના લવ સીન પણ રજૂ થયા હતા.