ફિલ્મ જગત
News of Tuesday, 14th August 2018

યુટ્યુબમાં સૌથી વધુ વખત જોવાયું પિયાનો પર દેશનું રાષ્ટ્રગીત ''જનગણ મન'': કરોડો લોકોએ માણ્યું :તોડ્યા રેકોર્ડ :જુઓ વિડિઓ

નવી દિલ્હી :પિયાનો પર દેશનું રાષ્ટ્રગીત જનગણ મન ની પ્રસ્તુતિએ વિડિઓ શેયરિંગ વેબસાઈટ યૂટ્યૂબ પર તમામ રેકોર્ડ તોડ્યા છે,યૂટ્યૂબ પર અત્યારસુધીમાં 7,30 કરોડ વખત જોવાયું છે જે સૌથી વધુ વખત જોવાયેલ રાષ્ટ્રગીત બન્યું છે,મુંબઈના પિયાનોવાદક શાયન ઇટાલિયાએ તેને તૈયાર કર્યું છે અને ફરહાદ વિજય અરોડાએ તેની નિર્દેશન કર્યું છે આ વિડિઓને 29મી જુલાઈએ અપલોડ કરાયો હતો

   ઇટાલિયાએ કહ્યું કે યૂટ્યૂબ પર મુક્યાના પહેલા જ દિવસે આ વિડિઓને 50 લાખ લોકોને માણ્યો હતો અમને તરત અહેસાસ થયો કે દેશને તેના ભાવનાત્મક જનગણ મન થી જોડાવાનો શાનદાર અવસર મળ્યો છે

  તેઓએ કહ્યું કે અમે નક્કી કર્યું કે રવીન્દ્રનાથ ટાગોરની આ રચનાને 15મી ઓગસ્ટ સુધીમાં 7,1 કરોડ વ્યૂઝ હોવા જોઈએ પ્રત્યેક મિલિયન દેશની આઝાદીના 71 વર્ષ થવાના અવસરમાં સમર્પિત છે.

(12:53 am IST)