ફિલ્મ જગત
News of Tuesday, 14th August 2018

ઇન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલ ઑફ મેલબોર્નમાં 'સંજુ' ફિલ્મને મળ્યો બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ

મુંબઇ: ઇન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલ ઑફ મેલબોર્નમાં ટોચની અભિનેત્રી રાની મુખરજીને બેસ્ટ એક્ટ્રેસનો, સંજુ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો અને રાજકુમાર હીરાણીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ એનાયત કરાયો હતો.રાની મુખર્જીને હિચકી ફિલ્મના અભિનય માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત કરાયો હતો જ્યારે મનોજ બાજપેયીને એની રજૂ નહીં થયેલી ફિલ્મ ગલી ગુલૈંયાના રોલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરાયો હતો. રાનીએ હિચકી ફિલ્મમાં મનોરોગી શિક્ષિકાનો રોલ ભજવ્યો હતો. એને ફેસ્ટિવલમાં બબ્બે એવોર્ડ મળ્યા હતા. પહેલો એવોર્ડ બેસ્ટ એક્ટ્રેસનો હતો જ્યારે બીજો એવોર્ડ એક્સેલન્સ ઇન સિનેમાનો હતો. આમ ફેસ્ટિવલ રાનીને ફળ્યો હતો.ગ્રેસ અને સુંદરતાના પ્રતીક સમી સિનિયર અભિનેત્રી ટીવી એન્કર સિમી ગરેવાલે એની આગવી ઓળખ સમા શ્વેત પોષાકમાં સજ્જ થઇને હાજરી આપી હતી અને પોતાના હાથે રાનીને એવોર્ડ એનાયત કર્યા હતા.મેલબોર્ન ફેસ્ટિવલનો વેન્ગાર્ડ એેવોર્ડ સંજુના રોલ માટે રણબીર કપૂરને એનાયત કરાયો હતો.

(3:53 pm IST)