રજનકાંતની ‘2.0’માં રણવીરને તો કાસ્ટ નથી કર્યો ને?
હાલમાં રણવીરે અજીબ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સફેદ કપડામાં હાથમાં હથિયાર લઇને અગ્રતાથી જોઇ રહ્યો હોય એવું લાગી
મુંબઇ : રણવીર સિંહ જ્યારે પણ સોશિયલ મીડિયા પર કંઇ અપલોડ કરે છે એ વાયરલ ન થાય એવું તો ક્યારેય બની જ શકે. હાલમાં રણવીરે અજીબ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સફેદ કપડામાં હાથમાં હથિયાર લઇને અગ્રતાથી જોઇ રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને કેપ્શનમાં તેણે લખ્યું છે કે ‘ટૂંક સમયમાં આવી રહ્યું છે.’ તેના કોસ્ચ્યુમને જોઇને એવું લાગી રહ્યું છે કે તે રજનીકાંતની રોબોટિક ડ્રામા ‘2.0’માં તો સામેલ નથી થઇ ગયો ને!
રાઝ પરથી પડદો ઉઠાવીને અમે તમને સ્પષ્ટ કરી દઇએ કે રણવીરે આવો લૂક એટલા માટે ધારણ કર્યો છે કારણ કે તે એક એડ શૂટ કરી રહ્યો છે.
આ ઉપરાંત તે રોહિત શેટ્ટીના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મ ‘સિમ્બા’નું પણ શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘ટેમ્પર’ની રિમેક છે.
ઝોયા અખ્તરના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મ ‘ગલ્લી બૉય’માં પણ રણવીર સિંહ આલિયા ભટ્ટ અને કલકી કોચલીન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.