'છપાક' માટે મારી પહેલી પસંદ દીપિકા જ હતી: મેઘના ગુલઝાર
મુંબઈ: બોલીવુડની મહિલા નિર્દેશિકા મેઘના ગુલઝારનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ 'છપાક'માં દીપિકા પાદુકોણ જ પહેલી પસંદ હતી. આ ફિલ્મ એસિડ એટેક હુમલાથી પીડિત લક્ષ્મી અગ્રવાલ ના જીવન પર આધારિત છે.જેમાં દીપિકા લક્ષ્મીના પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગઈ હોવાની માહિતી સોશિયલ મીડિયા પર દીપિકાએ આપી હતી. મેઘને જણાવ્યું કે જયારે તેને છપાક ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું ત્યારે સૌથી પહેલા તેના દિમાગમાં દીપિકાનો ચહેરો હતો કેમ કે જયારે તેને એસિડ એટેક લક્ષ્મીનો ચેહરો જોયો ત્યરે તેને તેનો ચેહરો અમુક હદ સુધી દીપિકા સાથે મળતો આવ્યો હતો. પણ તેને લાગતું હતું કે કદાચ દીપિકા આ પ્રોજેક્ટ માટે હા પડશે કે નહીં. કેમ સુપરહિટ ફિલ્મો પછી દીપિકા આવા નાના પ્રોજેક્ટ પર કામ કરશે કે નહીં તેને શંકા હતી પણ દીપિકાને જયારે આ ફિલ્મનું સ્ક્રિપ્ટ મળી તો તેને આ ફિલ્મમાં કામ કરવાની હા પડી હતી. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે.