ફિલ્મ જગત
News of Wednesday, 15th May 2019

અક્ષય કુમારની ફિલ્મ 'ભૂલ ભુલૈયા' ની સિક્વલ બનાવવાની તૈયારીઓ શરૂ

મુંબઈ: અભિનેતા અક્ષયકુમાર અને અભિનેત્રી વિદ્યા બાલન કપૂર અભિનીત વર્ષ ૨૦૦૭ની સુપર હિટ ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિકવલ ફિલ્મ બનવાની છે. માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ફિલ્મમાં સંપૂર્ણ નવા ચહેરાઓ જોવા મળશે તેમ ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી ફરહાદ સામજીને સોંપવામાં આવી છે. ફિલ્મનું ટાઇટલ ફિલ્મમેકર ભૂષણકુમારે હાલ ભૂલ ભૂલૈયા ટુના નામથી રજિસ્ટર કરાવી લીધું છે. હાલ ફિલ્મની  સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ કાસ્ટ, શૂટિંગ લોકેશન પર કામ શરૂ થવાનું છે. ફિલ્મ આવતા વર્ષે ફ્લોર પર જાય એવી શક્યતા છે.

(5:14 pm IST)