ફિલ્મ જગત
News of Wednesday, 15th May 2019

ઇરફાન સાથે કામ કરવું તે ગોૈરવની વાતઃ કરીના કપૂર

કરીના કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ બધા ખાન હીરો સાથે કામ કરી ચુકી છે. હવેતે ફિલ્મ હિન્દી મીડિયમની સિકવલ 'અંગ્રેજી મીડિયમ'માં કામ કરી રહી છે. પહેલી જ વખત તે આ ફિલ્મમાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળવાની છે. ઇરફાન ખાન સાથે તે પહેલી વખત કામ કરી રહી છે. કરીનાએ કહ્યું હતું કે ઇરફાન સાથે ફિલ્મ કરીને હું ગોૈરવ અનુભવી રહી છું. હું આ ફિલ્મ માટે ખુબ ઉત્સાહિત છું. કરીનાએ કહ્યું હતું કે મેં બધા ખાન શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, સૈફ અલી ખાન સાથે કામ કર્યુ છે. પણ ઇરફાન ખાન સાથે કામ કરવું એ સન્માન અને ગોૈરવની વાત છે. તેની ફિલ્મમાં મારો ભલે નાનકડો રોલ હોય, પણ મને કોઇ ફરક પડતો નથી. હું ઇરફાન સાથે કામ કરવા અત્યંત ઉત્સાહિત છું. ફિલ્મનું શુટીંગ શરૂ થવામાં છે. રાધિકા મદાન ઇરફાનની દિકરીનો રોલ નિભાવી રહી છે. પંકજ ત્રિપાઠી પણ ખાસ રોલમાં છે. કરીના હાલમાં અક્ષય કુમાર સાથે ગૂડ ન્યુઝ કરી રહી છે.

(10:11 am IST)