ફિલ્મ જગત
News of Tuesday, 15th May 2018

ભારતના સૈન્યના ફીલ્ડ માર્શલ માણેકશા પર આધારિત ફિલ્મ બનાવશે મેઘના ગુલઝાર

મુંબઇ:  દિગ્દર્શિકા મેઘના ગુલઝારની હાલમાં  રીલિઝ થયેલી ફિલમ રાજીને ક્રિટિક્સતેમજ દર્શકોએ વખાણી છે. મેઘનાએ હવે પોતાની આગામી ફિલ્મની તૈયારી શરૃ કરી દીધી છે. મેઘના ભારતના સૈન્યના ફીલ્ડ માર્શલ માણેકશા પર આધારિત ફિલ્મ બનાવશે. આ ઉપરાંત મેઘના એસિડનો ભોગ બનેલી લક્ષ્મી પર પણ ફિલ્મ બનાવાની છે. મેઘનાની આગામી ફિલ્મ ફીલ્ડ માર્શલ સેમ માણેકશા પર આધારિત છે. માણકશા આઝાદ ભારતના ઝાંબાઝ મિલિટરી કમાન્ડોમાંના એક ગણાય છે. તેમણે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ભારતની કમાન સંભાળી હતી. આ ફિલ્મને રોની સ્ક્રુવાલા પ્રોડયુસ કરશે. મેઘના આ પ્રોજેક્ટ પર ગંભીરતાથી ધ્યાન આપી રહી છે. આ વિષય માટે તેને ઘણું રિસર્ચ કરવું પડયું છે તેમ મેઘનાએ જણાવ્યું હતું.તેણે વધુમાં કહ્યું હતુ ંકે એસિડનો શિકાર બનલી લક્ષ્મીને હું બે વરસ પહેલા મળી હતી. આ ફિલ્મના અધિકાર પણ મેં લઇ લીધા છે. તે જલદી જ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરશે.

(7:14 pm IST)