ફિલ્મ જગત
News of Thursday, 15th April 2021

ઉત્તરાખંડમાં સળંગ અઢી મહિના શુટીંગ કરશે મનોજ

અભિનેતા મનોજ બાજપાઇની ધ ફેમિલીમેન-૨ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ડિજીટલ પ્લેટફોર્મ ઉપરાંત બોલીવૂડમાં પણ મનોજ ફરીથી સક્રિય થયો છે. મનોજ ફિલ્મ ડિસ્પેચના શુટીંગ વખતે કોરોનાથી સંક્રમિત થયો હતો. તેમાંથી નેગેટિવ થયા બાદ ફરીથી શુટીંગમાં જોડાયો છે. ડિસ્પેચના નિર્દેશક કન્નૂ બહેલ પણ કોરોનાની ઝાળમાં ફસાઇ ગયા હતાં. હવે મનોજ ફરી કામે લાગ્યો છે અને એક ફિલ્મના શુટીંગ માટે સળંગ અઢી મહિના સુધી ઉત્તરાખંડના મુકતેશ્વરમાં રોકાણ કરશે. આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં બનશે. ફિલ્મનું નિર્દેશન રામ રેડ્ડી કરી રહ્યા છે. આ ફિલ્મ આત્મજ્ઞાન અને અનુભુતિ પર આધારીત છે. રામ અગાઉ ૨૦૧૬માં આવેલી કન્નડ ફિલ્મ તિથિ બનાવી ચુકયા છે. જેને રાષ્ટ્રીય પુરષ્કાર પણ મળ્યો હતો. મનોજ ૧૯૯૪થી બોલીવૂડમાં કામ કરી રહ્યો છે. તેની પહેલી ફિલ્મ દ્રોહકાલ હતી. એ પછી બેન્ડીટ કવીન, સ્વાભિમાન, દસ્તક, તમન્ના, દોૈડ સહિતની ફિલ્મો કરી હતી. ૧૯૯૮માં આવેલી સત્યામાં ભીખુ મ્હાત્રેનો રોલ નિભાવી મનોજ રાતોરાત સ્ટાર બની ગયો હતો. તાજેતરમાં તેની ફિલ્મ સાયલન્સ-કેન યુ હિયર ઇટ? આવી હતી.

(10:27 am IST)