News of Sunday, 15th April 2018
અભિનેતા ધર્મેન્દ્રને ''રાજકપૂર લાઈફ ટાઈમ અચિવમેન્ટ 'અને ફિલ્મકાર રાજકુમાર હિરાનીને 'રાજકપૂર સ્પેશીયલ કન્ટ્રીબ્યુશન’ પુરસ્કારથી સન્માનિત કરાશે
મુંબઈ :વીતેલા જમાનામાં જાણીતા અભિનેતા ધર્મેન્દ્રને રાજ કપૂર લાઈફટાઈમ અચીવમેન્ટ અને ફિલ્મકાર રાજકુમાર હીરાનીને રાજ કપૂર સ્પેશીયલ કન્ટ્રીબ્યુશન’ પુરસ્કારથી સન્માનિત કરાશે મહારાષ્ટ્રના સન્સ્કૃતિ મંત્રી વિનોદ તાવડે આ જાહેરાત કરી હતી.
મશહુર મરાઠી કલાકાર વિજય ચૌહાણને ‘વી શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ અને નિર્દશક અને અદાકાર મૃણાલ કુલકરણીને વી શાંતારામ સ્પેશીયલ કન્ટ્રીબ્યુશન’પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
બન્ને લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારને વિજેતાઓને 5 લાખ અને કન્ટ્રીબ્યુશન પુરસ્કાર વિજેતાઓને 3 લાખ આપવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આ પુરષ્કાર 55માં મહારાષ્ટ્ર સ્ટેટ મરાઠી ફિલ્મ ઉત્સવ દરમિયાન આપવામાં આવશે.
(11:21 pm IST)