ફિલ્મ જગત
News of Wednesday, 15th March 2023

નાગિનની સાતમી સિઝન માટે રૂબીનાનું નામ આગળ

ખુબ જાણીતા ટીવી શો નાગિનની એક પછી એક સિઝન આવતી જ રહે છે. હવે નાગિન સાત પણ આવશે. જો કે આ વખતે નાગિન કોણ હશે તેના તરફ સોૈની નજર છે. એકતા કપૂર દર વખતે નવા ચહેરાને તક આપતી રહે છે. બિગ બોસમાંથી પણ તે અભિનેતા-અભિનેત્રીઓને પસંદ કરતી હોય છે. આ વખતે પણ બિગ બોસ-૧૬ના કેટલાકને શોમાં કામ આપવાની ખાત્રી આપી છે. નાગિન-સાત માટે પ્રિયંકા ચહર ચોધરીને પસંદ કરવામાં આવ્‍યાની ખુબ ચર્ચા હતી. આ ઉપરાંત અર્ચના ગોૈતમ અને સુંબુલ તોૈકિર ખાનના નામ પણ સામે આવ્‍યા હતાં. પરંતુ હવે એવું સામે આવ્‍યું છે કે જાણીતી અભિનેત્રી રૂબીના દિલૈકને નાગિનની સાતમી સિઝન માટે પસંદ કરવામાં આવી છે. છેલ્લે કોણ ફાઇનલ થશે તેના માટે હજુ થોડી રાહ જોવી પડશે.

(11:07 am IST)