ફિલ્મ જગત
News of Friday, 15th March 2019

દીપિકા પાદુકોણના મીણના પૂતળાનું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ

મુંબઈ:લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા પદુકોણનું મીણના પૂતળાનું  અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દીપિકા તેના પતિ તેમજ પરિવાર સાથે હાજર હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. લંડનના મેડમ તુસાદના મ્યુઝિયમમાં દીપિકા પદુકોણના વેક્સ સેટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દીપિકા પોતાના પરિવાર સાથે જોવા મળી હતી. પોતાના સ્ટેચ્યુ સાથે દીપિકાએ ચુંબન કરતો પોઝ આપ્યો હતો. તેમજ રણવીરે પણ પત્નીના પૂતળા સાથે તસવીરો ખેંચાવી હતી.  ઉલ્લેખનીય છે કે, આ મ્યુઝિયમમાં આ પહેલાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન તેમજ અન્યોના પૂતળા મુકવામાં આવ્યા છે.

(5:36 pm IST)