હવે મહિલા સિંઘમ પર ફિલ્મ બનાવશે રોહિત શેટ્ટી
મુંબઈ:મોખરાના ફિલ્મ સર્જક અને 1૦૦ કરોડની ફિલ્મોની ક્લબના સ્થાપક રોહિત શેટ્ટીએે કહ્યું હતું કે હવે હું મહિલા સિંઘમ ટાઇપની એક ફિલ્મ બનાવવાનો વિચાર કરું છું.'અત્યાર સુધી પુરુષ પોલીસ ઇન્સ્પેક્ટરની વાતો કરી. સિંઘમ, સિંઘમ રિટર્ન્સ અને સિમ્બા બનાવી. હાલ અક્ષય કુમાર સાથે પણ એવીજ એક ફિલ્મ બનાવી રહ્યો છું. એ પૂરી થાય પછી બિનધાસ્ત મહિલા પોલીસ અફસરને રજૂ કરવાની ઇચ્છા છે' એમ રોહિતે કહ્યું હતું.એમ તો અગાઉ પ્રિયંકા ચોપરાને લઇને ફેમ ફિલ્મ સર્જક પ્રકાશ ઝાએ અને યશ રાજે રાની મુખર્જી ચોપરાને લઇને નિર્ભય મહિલા પોલીસ અધિકારીની ફિલ્મ બનાવી હતી. પરંતુ કથાની માવજતની રોહિતની શૈલી બીજાઓ કરતાં અલગ છે. એણે કહ્યું કે મારા મનમાં પોલીસ અધિકારીઓની ફિલ્મો વિશે એેક કાલ્પનિક વર્તુળ છે. સિંઘમ પછી સિમ્બા આવી તેમ હવે અક્ષયની સૂર્યવંશી આવશે અને ત્યારબાદ મહિલા પોલીસ અધિકારી આવશે. એ સાથે એક વર્તુળ પૂરું થશે જે મારા મનમાં લાંબા સમયથી આકાર લઇ રહ્યું હતું.