ફિલ્મ જગત
News of Friday, 15th March 2019

ફિલ્મ 'ગોન કેશ;નું ટ્રેલર જોઈને તમે પણ રહી ચક...

મુંબઈ: બોલીવુડમાં સમાજ પર બનતી ઘટનાઓ પર આધારિત ઘણી ફિલ્મો બની છે અને દર્શકોને આવી ફિલ્મો પસંદ પણ વધુ આવે છે.એવી એક ફિલ્મ છે ગોન કેશ. જેમાં સમાજમાં યુવતીઓ પર થતા અત્યાચારોને રજૂ કરવામાં આવ્યા છે. એવી યુવતીની કહાની છે જેના માથા પર વાળ નથી અને તેના લીધે તેને સમાજમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શ્વેતા ત્રિપાઠી શર્મા છે. પહેલા તે વેબ સિરીઝ મિર્જાપુરમાં ગોલુ પંડિતના રોલમાં હતી. ફિલ્મ 29 માર્ચના  રિલીઝ થવાની છે.

(5:33 pm IST)