News of Friday, 15th March 2019
નવી કોમોલિકા માટે ચર્ચામાં ટોચ પર છે અલિશાનું નામ
ટીવી સિરીયલ 'કસોૈટી જિંદગી કી' દર્શકોમાં સતત ચર્ચા જગાવે છે. આ શોમાં વારંવાર ચોંકાવનારા વળાંકો આવતા રહે છે. સિરીયલમાં કોમોલિકાના રોલમાં હીના ખાને ખુબ વાહ-વાહ મેળવી છે. ફિલ્મ મળવાથી તેણે આ શો છોડવાનું નક્કી કર્યુ છે. તેણે પોતે જ કહ્યું હતું કે બોલીવૂડના પ્રોજેકટસને કારણે તે આ શોથી અલગ થવા મજબુર થઇ છે. ચર્ચા છે કે હિના ખાન એપ્રિલ પછી આ શોમાં કોમોલિકાના રોલમાં જોવા મળશે નહિ. તેની જગ્યાએ નવી કોમોલિકા શોધી લેવામાં આવી છે. આ રેસમાં હાલમાં ટોચનું નામ અલિશા પનવારનું છે. તો બીજું નામ અનિતા હસનંદાનીનું પણ છે. ક્રિસ્ટલ ડિસુઝા પણ ચર્ચામાં છે. જો કે ગ્રે શેડ રોલ હોવાથી અલિશાનો ચાન્સ વધુ હોવાનું સમજાય છે. અલિશા છેલ્લે 'ઇશ્ક મેં મરજાંવા'માં જોવા મળી હતી.
(9:58 am IST)