ફિલ્મ જગત
News of Friday, 15th February 2019

સની દેઓલના પુત્રની ફિલ્મનું પોસ્ટર લોન્ચ

મુંબઈ: વેલેન્ટાઈન ડે અવસર પર સની દેઓલના પુત્ર કરણ દેઓલની ડેબ્યુ ફિલ્મનું પોસ્ટ લોન્ચ કરવામાં આવ્યું છે ફિલ્મનું નામ પલ પલ દિલ કે પાસ છે. સોશિયલ મીડિયા પર આવેલ પોસ્ટરમાં કરણની સાથે તેની હિરોઈન શહેર બામ્બા જોવા મળી રહી છે. ફીમનું નિર્દેશન સની દેઓલે કર્યું છે. સનું દેઓલે પહેલા દિલ્લગી અને ઘાયલની સિક્વલનું નિર્દેહન કર્યું હતું પણ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી. ફિલ્મનું શૂટિંગ કુલ્લુ મનાલી અને પંજાબ સિવાય મુંબઈમાં થયું છે. ફિલ્મ 19 જુલાઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(5:03 pm IST)