ઈરફાન ખાનની કોમેડી ફિલ્મ 'બ્લેકમેલ'નું ટીઝર રિલીઝ
મુંબઇ: બોલિવૂડ અને હોલિવૂડ બંનેમાં પોતાના આગવા અભિનય દ્વારા વખણાયેલા અભિનેતા ઇરફાન ખાનને કોમેડી કરાવતી ફિલ્મ બ્લેકમેઇલનું ટીઝર બુધવારે સાંજે રજૂ થયું હતું. આ ટીઝરમાં ખરીદી માટે વપરાતી એક કાગળની થેલી મોઢા પર ઢાંકીને અર્ધનગ્ન ઇરફાન ખાન દોડી રહ્યો છે અને થોડાક લોકો એની પાછળ પડયા છે એવું દ્રશ્ય રજૂ થયું છે. ઇરફાને પોતે સોશ્યલ મિડિયા પર લખ્યું છે,'અમારી આગામી ફિલ્મ બ્લેકમેઇલનું ટીઝર અહીં રજૂ કર્યું છે... દિલ્હી બેલી ફેમ અભિનય દેવે એનું ડાયરેક્શન કર્યું છે...ટી સિરિઝ અને આરડી મોશન પિક્ચર્સ દ્વારા બનાવાયેલી આ ફિલ્મનું ટ્રેલર ૨૨ ફેબુ્રઆરીએ રજૂ થવાનું છે. આ ફિલ્મમાં દિવ્યા દત્તા, અરુણોદય સિંઘ, ઓમી વૈદ્ય,અનુજા સાઠે, પ્રદ્યુમન સિંઘ મોલ અને ગજરાજ રાવ પણ ચમકી રહ્યાં છે. આ ફિલ્મ ચાલુ વર્ષના એપ્રિલની છઠ્ઠીએ રજૂ થવાની છે.