News of Thursday, 15th February 2018
જેકલીન અને સુશાંતની પહેલી ફિલ્મ 'ડ્રાઈવ'નું પોસ્ટર આવ્યું સામે
મુંબઈ: બોલીવુડના જાણીતા ફિલ્મકાર કરણ જોહર સુશાંત સિંહ રાજપૂત અને જેકલીન ફર્નાડીશને લઈને ફિલ્મ 'ડ્રાઈવ' બનાવી છે જેનું પહેલું પોસ્ટર આજે રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં બે કાર રેસ કરતી દેખાઈ રહી છે. આ ફિલ્મ 7 સપ્તેમ્બેર 2018ના રિલીઝ થવાની છે. આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ ડ્રાઇવની રીમેક છે. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન તરુણ મનસુખની દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મના અન્ય કલાકારોમાં સપના પબ્બી , બોમન ઈરાની અને પંકજ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં કારના ઘણા એક્શન સીન રજૂ કરવામાં આવ્યા છે.
(5:18 pm IST)