ફિલ્મ જગત
News of Wednesday, 14th February 2018

જન્મદિવસ વિશેષ: આ સુંદર અદાકારાના દરેક અંદાજમાં જોવા મળતો હતો અપાર પ્રેમ: સાદગીભર્યા અભિનયથી દર્શકોના જીત્યા હતા દિલ

મુંબઈ: હિન્દી સિનેમાની દિગ્ગ્જ અભિનેત્રી સ્વ.મધુબાલાનો આજે 85મોં જન્મદિવસ છે. વેલેન્ટાઈન ડે દિવસે જન્મેલ આ ખુબસુરત અભિનેત્રીની અદાકારીના દરેક લોકો પાગલ હતા. મધુબાલાએ નાનપણથી સિનેમામાં કામ કરવાનું સપનું હતું અને તે સન્ટ પૂર્ણ પણ થયું. તેમને 'વિનસ ઓફ ઇન્ડિયા સિનેમા અને ધ બ્યુટી ઓફ ટ્રેજડી'જેના નામથી પણ ઓળખવામાં આવે છે.

મધુબાલાનો જન્મ 14 ફેબ્રુઆરી 1933માં દિલ્હીમાં એક પશ્તુન મુસ્લિમ પરિવારમાં થયો હતો. મધુબાલા માતા-પિતાનું પાંચમું સંતાન હતી અને તે સિવાય તેમના 10 ભાઈ-બહેન હતા. શરૂઆતમાં તેમના પિતા એક તંબાકુની ફેકટરીમાં કામ કરતા હતા. ત્યાં બાદ તેમના પિતા દિલ્હી અને મુંબઈ કામ માટે આવ્યા. મધુબાલાનું અસલી નામ મુમતાજ જહાં બેગમ દેહલવી હતું.  કેરિયરની શરૂઆ મધુબાલાએ 1942માં ફિલ્મ 'બસંત'થી કરી હતી. ધીમે ધીમે તેમને સફળતા મળતી ગઈ અને તે ટોચની અભિનેત્રી ગણાવા લાગ્યા હતા. મધુબાલાને અભિનેત્રી દેવિકા રાણીએ નામ બ્લડવાની સલાહ આપી અને મુમતાજ નામથી છેલ્લી પ્રર્દશિત થયેલ ફિલ્મ 1947માં આવેલ 'નીલ કમલ'હતી. તેમને તે સમયના તમામ હિટ અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. વર્ષ 1960માં મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા. કિશોર કુમારે મધુબાલા સાથે ;ગન કરતા પહેલા ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને નામ બદલીને કરીમ અબ્દુલ રાખ્યું. તે સમયે મધુબાલાને એક ભયાનક રોગ લાગુ પડ્યો. અને કિશોર કુમાર મધુબાલાના ઈલાજ માટે લંડન લઇ ગયા પણ ત્યાંના ડોક્ટરોએ કહ્યું કે મધુબાલા 2 વર્ષથી વધુ જીવી નહીં શકે તેમના દિલના કાણું છે. મધુબાલાએ 23 ફેબ્રુઆરી 1969 મુંબઈ ખાતે અંતિમ શ્વાશ લીધું હતો.

(3:39 pm IST)