સલ્લુભાઈ બોબી દેઓલ સાથે વધુ ફિલ્મો કરે તેવી શક્યતા
મુંબઈ:ફિલ્મ ટાઈગર અભી જિંદા હૈની ભવ્ય સફળતા બાદ બોલીવુડ અભિનેતા સલમાન ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત છે. સલમાન પાસે અત્યારે ત્રણ કરતા વધુ પ્રોજેક્ટ છે. જેમાં દબંગ-૩ અને રેસ-૩ ઉપરાંત ભારત જેવી ફિલ્મો પણ સામેલ છે. ત્યારે હવે દબંગ ખાન ફિલ્મ રેસ-૩ના પોતાના કો-સ્ટાર બોબી દેઓલથી એટલો બધો પ્રભાવિત થયો છે કે તેની સાથે અન્ય ફિલ્મો કરવાનુ મન બનાવી ચુક્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, રેસ-૩ બાદ સલમાન ભારત અને લવરાત્રિમાં પણ બોબી દેઓલને લેવાનુ મન બનાવી રહ્યો છે.મહત્વનું છે કે, બોબી દેઓલ ઘણા સમય બાદ પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. ગત વર્ષે તેની પોસ્ટર બોય્ઝ ફિલ્મ રીલીઝ થઈ હતી, જે દર્શકોને પસંદ તો પડી હતી પરંતુ બોક્સ ઓફિસ પર કલેક્શન કરવામાં નિષ્ફળ રહી હતી. આ ફિલ્મમાં બોબી પોતાના મોટાભાઈ અભિનેતા સની દેઓલ અને શ્રેયસ તળપદે સાથે નજરે પડયો હતો. ત્યારે હવે બોબી દેઓલ રેસ-૩માં બોલીવુડના સફળ સુપરસ્ટાર સલમાન સાથે નજરે પડવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેનુ પાત્ર ખાસ માનવામાં આવી રહ્યુ છે અને પોતાના પાત્રને ન્યાય આપવા તેણે વજન પણ ઉતાર્યુ છે.