રવિના ટંડનની પુત્રી રશા થડાની તેની સ્ટાઇલ અને લુકના કારણે ફેમસઃ તેની સુંદરતા પાસે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે
ગ્લેમરસ સ્ટાઇલના કારણે સતત સનસનાટી મચાવે છે
નવી દિલ્હી: બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. રવિના ટંડનની સુંદરતા અને પોતાના અભિનયથી સિનેમા જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. રવિના ટંડનની શરૂઆતની ફિલ્મી કારકિર્દી ખૂબ જ સારી રહી હતી. રવિના ટંડનની દીકરી રશા થડાની તેની સ્ટાઈલ અને લુક માટે ફેમસ છે. તેની સુંદરતાની આગળ બોલીવૂડની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે.
જાણો રશા થડાની વિશે
કેટલાક લોકો બોલિવુડ સ્ટાર કિડ્સ અને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક હોય છે. અને આ યાદીમાં રવિનાની દિકરી રશાનું નામ સામેલ છે. રશા તેની માતાની જેમ જ લાઇમલાઇટમાં રહે છે. રશા હાલના સમયમાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ઘણી સનસનાટી મચાવી રહી છે. તેની સ્ટાઈલ અને લુક પણ બોલીવૂડની સુંદરીઓ પર છવાયેલી છે.
રશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ
રવિના ટંડનની દીકરી રશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલના સમયમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેને લાલ રંગની કોર્ટ અને પેન્ટ પહેરીને ખૂબ જ સુંદર અંદાજમાં ફોટોશૂટ કરાવી રહી છે. તેની ફેશન અને તેની સુંદરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. રશાની સ્ટાઈલે બધાને તેના દિવાના બનાવી દીધા છે.
સોશિયલ મીડિયા પર ધૂમ
રશા થડાનીનો એક વીડિયો તેના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો માને છે કે રશા ગ્લેમરમાં માતા રવિનાને ટક્કર આપે છે.
તમને જણાવી દઈએ કે રશાના પિતાનું નામ અનિલ થડાની છે. અનિલ અને રવિના એ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. રશાના પિતા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર કંપની AA ફિલ્મ્સના માલિક છે.