બોલિવૂડ અને ટીવી અભિનેતાઓ તથા અભિનેત્રીઓના નિકનેમ ખૂબ જ ફનીઃ દયાબેનને લોકો ‘તાના' નામથી બોલાવે છે
નવી દિલ્હી: નાના પડદા પર કામ કરનારા સિતારોઓના નામ ફેન્સના મોઢે ચઢેલા હોય છે. આ સિતારાઓના નામ જ તેમની ઓળખ હોય છે. જો કે એવા અનેક સિતારાઓ છે જેમના એક કરતા વધુ નામ છે. આ સિતારાઓને મિત્રો અને તેમના પરિવારના સભ્યોએ નિકનેમથી નવાજેલા હોય છે. અનેક સિતારાઓના તો નિકનેમ ખુબ જ અજીબોગરીબ છે. આ રિપોર્ટમાં અમે તમને એવા જ કેટલાક ટેલિવિઝનના સિતારાઓ અંગે જણાવીએ છીએ કે જેમના નિકનેમ ખુબ જ ફની છે. આ નામ સાંભળીને તમે ચોક્કસપણે પેટ પકડીને હસી પડશો.
અર્જૂન બિજલાણી
'નાગિન'માં ધમાલ મચાવી ચૂકેલા ટીવી અભિનેતા અર્જૂન બિજલાણીનું નિકનેમ પણ ખુબ વિચિત્ર છે. અર્જૂન બિજલાણીને તેના મિત્રો 'બીજલી'ના નામથી બોલાવે છે.
કરણ કુંદ્રા
પોતાના બ્રેક અપના કારણે ચર્ચામાં રહેલા અભિનેતા કરણ કુંદ્રાનું નિકનેમ 'કિંગ કે' છે. કરણ કુંદ્રાના મિત્રોએ તેને આ શાનદાર ઉપનામ આપ્યું છે.
દિશા વાકાણી
સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનની ભૂમિકા ભજવીને ખુબ ખ્યાતિ મેળવી ચૂકેલી દિશા વાકાણીને પણ તેના મિત્રોએ એક નિકનેમ આપ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિશા વાકાણીનું નિકનેમ 'તાના' છે. દિશાને તેની નીકટના લોકો તાનાના નામથી જ બોલાવે છે.
વરુણ સોબતી
સીરીયલ 'ઈસ પ્યાર કો ક્યા નામ દુ' માં જોવા મળેલા વરણ સોબતીને તેના મિત્રો અને પરિવારજનો 'રૂબલ' નામથી બોલાવે છે. આ નિકનેમ વરુણ સોબતીને તેના અંકલે આપ્યું છે. અત્રે જણાવવાનું કે રૂબલ રશિયાની કરન્સી છે.
અદિતિ ગુપ્તા
'કિસ દેશ મેં હૈ મેરા દિલ'માં કામ કરી ચૂકેલી અભિનેત્રી અદિતિ ગુપ્તાનું નિકનેમ જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે. અદિતિ ગુપ્તાના મિત્રો તેને 'ઓડીના નામથી બોલાવે છે. ઓડી એક કારનું નામ છે.
ગુરમિત ચૌધરી
ટીવી અભિનેતા ગુરમીત ચૌધરીના મિત્રો અને પરિવારજનોએ પણ તેને એક નિકનેમ આપ્યું છે. ગુરમીત ચૌધરીને બધા 'ગુરુ'ના નામથી બોલાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુરમીત ચૌધરીની પત્ની પણ તેને ગુરુ કહીને બોલાવે છે.
ક્રિસ્ટલ ડિસૂઝા
ક્રિસ્ટલ ડિસૂઝાના એક કે બે નહીં પરંતુ ત્રણ નિકનેમ છે. ક્રિસ્ટલ ડિસૂઝાના મિત્રો તેને 'ક્રિસેટો' નામથી બોલાવે છે. જ્યારે ક્રિસ્ટલના માતા તેને 'બબલી' કહે છે. આ ઉપરાંત તેનો પરિવાર તેને 'કિટ્ટો' નામથી બોલાવે છે.
વિવિયન દાસના
આ યાદીમાં સીરીયલ 'પ્યાર કી એક કહાની' અને 'શક્તિ અસ્તિત્વ કે એક અહેસાસ કી' ના સ્ટાર વિવિયન દાસનાનું પણ નામ છે. વિવયન દાસનાના મિત્રો તેને 'વીવ'ના નામથી બોલાવવાનું પસંદ કરે છે.
દીપિકા સિંહ
ટીવી અભિનેત્રી દીપિકા સિંહનું નિકનેમ 'સુપ્રિયા' છે. દીપિકા સિંહના મિત્રો અને પરિવારના લોકો તેને એ નામથી બોલાવે છે.