ફિલ્મ જગત
News of Wednesday, 15th January 2020

'ગંગુબાઈ કાઠિયાવાડી ' આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક જાહેર :ઇન્સ્ટાગ્રામમાં આલિયાએ બે તસ્વીર શેર કરી

મુંબઈ : આલિયા ભટ્ટ સંજય લીલા ભંસાલીની ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીથી આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આલિયા ભટ્ટે ફર્સ્ટ લુક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આલિયાએ બે તસ્વીર શેર કરી છે. એક તસ્વીરમાં તે સાડી પહેરીને માથા પર લાલ ચાંદલો અને મોટી નોઝપિન પહેરીને જોવા મળી રહી છે. આ તસ્વીરમાં આલિયા ખૂબ ઈન્ટેન્સ જોવા મળી રહી છે. ત્યાં જ બીજા લુક માટે આલિયાએ De-glam અવતાર લીધો છે. વચ્ચે માંગ કાઠીને બે ચોટલા હાથમાં ચુડી અને વધારે કાજલ લગાવી આલિયા ખૂબ સુંદર દેખાઈ રહી છે. ત્યાં જ પોસ્ટરમાં આલિયા ભટ્ટ માટે માફિયા ક્વીન લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ આલિયાના બન્ને લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

સૂત્રો અનુસાર આ ફિલ્મમાં અજય દેવગણનો સ્પેશલ અપીયરન્સ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે અજયનો રોલ ખૂબ રોચક છે. આ વિશે ટૂંક સમયમાંજ ઓફિશયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. જોકે ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે અત્યાર સુધીમાં કોઈ ખાસ જાણકારી સામે નથી આવી

(11:04 am IST)